મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભારતના 13મા વડાપ્રધાન, એક મહાન અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબ પ્રાંતના ગાહ ગામમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. 1947માં ભારતના વિભાજન સમયે તેમના પરિવાર દ્વારા ભારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી. હતી. તેમણે 1991માં નાણાં મંત્રી તરીકે ભારતના આર્થિક સુધારણા કાર્યક્રમના સ્થાપક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2004માં તેઓ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. મનમોહન સિંહના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનો કાર્યકાળ અનેક પડકારો અને વિવાદોથી ભરેલો હતો, પરંતુ તેમનો નમ્ર સ્વભાવ અને કાર્યકુશળતા માટે તેઓ જાણીતા હતા. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું. તેમના નિધન પર સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે અને દેશના નાગરિકો તેમને ભાવભીની શ્રદ...