ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ
The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India.
ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચેનું કોષ્ટક જુઓ.
સંભવિત જગ્યાઓ | સંવર્ગનું નામ |
૧૨૯ | એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ |
૧૨૬ | વાયરલેસ પી.એસ.આઈ |
૩૫ | એમ.ટી પી.એસ.આઈ |
૫૫૧ | ટેકનીકલ ઓપરેટર |
૪૫ | હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૦૧ |
૨૬ | મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર ગ્રેડ-૦૨ |
૧૩૫ | હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૦૨ |
૭૨૧૮ | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ |
૩૦૧૦ | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ |
૩૨૧૪ | એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ |
૩૦૦ | જેલ સિપાઈ(પુરુષ) |
૩૧ | જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ. |
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ વિભાગ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ વિભાગ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ગ્રુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ''ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ વિભાગ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે''. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.
આવી જરૂરી માહિતી માટે અમારી સાથે જોડાવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.
તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ રોજગારી મેળવવામાં સરળતા રહે.
પોલીસ ભરતી પ્રક્રિયા, ઉંંમર, લાયકાત, શારીરિક કસોટી વગેરેની વિગતવાર માહિતી માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.
https://youtu.be/Rlbtlt3EYzg?si=1q5uNjZ9I5X36Skp
#Police Recruitment #Home Department, #gujarat Job #gujarat police #police notification #advertisement
Comments
Post a Comment