વનરક્ષક ભરતી – ઉમેદવારોની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટી માટેના પ્રવેશપત્ર અંગે અગત્યની સુચનાઓ
જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 વનરક્ષક ભરતી – ઉમેદવારોની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટી માટેના પ્રવેશપત્ર અંગે અગત્યની સુચનાઓ
તમામ ઉમેદવારોએ ધ્યાનમાં લેવા માટેની અગત્યની સુચનાઓ
(અ) જાહેરાત ક્રમાંક: FOREST/202223/1માં જણાવ્યા મુજબ વનરક્ષક સંવર્ગની જગ્યાઓ માટે વય-મર્યાદા, શૈક્ષણિક
લાયકાત અને શારીરિક માપ વગેરે તમો લાયકાય ધરાવો છો તથા આ પરીક્ષા માટે જરૂરી એવા શૈક્ષણિક
પ્રમાણપત્રો ઉપરાંત અનામતનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા વર્ગ, નોન-ક્રિમિલેયર
(પરિશિષ્ટ ક) સર્ટિફિકેટ, એન.સી.સી. ‘સી’ સર્ટિફીકેટ,
રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવા
પ્રમાણપત્ર જે તે વખતે જાહેરાતમાં દર્શાવેલ તારીખ સુધીમાં પ્રકાશિત થયેલ તમામ પ્રમાણપત્રો
તમે ધરાવો છો તેવું માનીને આ પરીક્ષા માટે તમને પરવાનગી આપવામાં આવે છે. ઉપરોક્ત પ્રમાણપત્રો
સાથે લાવવાના રહેશે. શારીરિક ક્ષમતા કસોટી સમયે મુળ ઓનલાઈન અરજી તથા અરજીમાં દર્શાવેલ
વિગતોના અનુસંધાને જરૂરી અસલ પ્રમાણપત્રો ઉમેદવારોએ સાથે લાવવાના રહેશે. શારીરિક ક્ષમતા
કસોટી સમયે કોલલેટર તથા કોલલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો આપવાની
રહેશે તથા નીચે મુજબના પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ માટેની વિગત
૦૧. ધોરણ-૧૦, ધોરણ-૧૨ની
માર્કશીટ / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC).
02. એન.સી.સી. પ્રમાણપત્ર
૦૩. રમત-ગમતના પ્રમાણપત્ર
૦૪. વિધવા મહિલા ઉમેદવારોએ
– વિધવા પ્રમાણપત્ર
૦૫. માજી સૈનિકનું પ્રમાણપત્ર
૦૬. નોન-ક્રિમીલીયર પરિશિષ્ટ
(ક)
૦૭. સરકારી કર્મચારીએ જે-તે
વિભાગને જાણ કર્યા અને મંજૂરી મેળવવા બાબતનું પ્રમાણપત્ર
૦૮. અ.જ.જા., અ.જા, સા.શૈ.પ
અને આર્થિક રીતે નબળા વર્ગોના જાતિના પ્રમાણપત્ર
૦૯. કોમ્પ્યુટરની જાણકારી
અંગેનું પ્રમાણપત્ર
(બ્) રમત-ગમતનાં ગુણ માટે
ઉમેદવારોએ સરકારશ્રીનાં તા.૨૫/૦૨/૧૯૮૦ ના ઠરાવ ક્રમાંક: સી.આર.આર/૧૦૭૭/૨૬૬૦/ગ.ર, તથા તા.૦૧/૦૮/૧૯૯૦ ના ઠરાવ ક્રમાંક: સી.આર.આર/૧૧૮૮/૩૬૪૪/ગ.૨
માં નિયત કર્યા મુજબના નક્કી કરેલ સત્તાધિકારી પાસેથી નિયત કરેલ નમુનામાં મેળવેલ જરૂરી
પ્રમાણપત્ર તથા જે ઉમેદવાર નેશનલ કેડેટ કોર્પ્સ (N.C.C “C”) સર્ટિફીકેટ
ધરાવતા હશે તેઓએ આવા પ્રમાણપત્રો સાથે લાવવાનાં રહેશે. જેનાં આધારે નિયમાનુસાર ગુણ
ઉમેરવામાં આવશે. ઉમેદવારોએ ધ્યાનમાં લેવું કે તેમને બીજીવાર આવા પ્રમાણપત્રો રજુ કરવા
માટે બીજી તક આપવામાં આવશે નહિ અને શારીરિક ક્ષમતા કસોટી સમયે માન્ય પ્રમાણપત્રો રજુ
કરવામાં ના આવે તો તેઓ વધારાના ગુણ મેળવવા પાત્ર રહેશે નહિ.
સૂચના તારીખ: ૦૧/૧૦/૨૦૨૪
સ્થળ- ગાંધીનગર
Call letter Click Here
Telegram Channel Click Here
Whatsapp Channel Click Here
Why Join Us
We are India's leading plateform in real-time job update, 1st to last step application procedure guide, provide guidance and counselling to government job aspirant. We siplified the official notification for easy understanding.
FAQs Frequently Asked Question
૦૧. શું ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો શારીરિક કસોટીના દિવસે રજૂ કરવાના રહેશે ?
જવાબ: હા
૦૨. શું શારીરિક ક્સોટીની તારીખમાં ફેરફાર થશે ?
જવાબ: ચોમાસાને ધ્યાનમાં રાખીએ તો થઈ શકે પરંતુ ઉમેદવારોએ વિભાગની વેબસાઈટ જોતા રહેવું.
૦૩. જો ઉમેદવાર શારીરિક પરીક્ષામાં વધારાનાં પ્રમાણપત્ર રજુ કરવામાં અસફળ રહેશે તો ?
જવાબ: જો ઉમેદવાર રમત-ગમત અને એન.સી.સી જેવા પ્રમાણપત્રો રજૂ કરવામાં અસફળ રહેશે તો તેને વધારાના મળવાપાત્ર ગુણ મળશે નહિ તથા આવા પ્રમાણપત્રો રજુ કરવા માટે બીજીવાર તક આપવામાં આવશે નહિ.
૦૪. શું ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થશે તો નોકરી મળી જશે ?
જવાબ: ના, આગળની પ્રક્રિયા મુજબ પ્રાથમિક અને શારીરિક કસોટીની મેરીટ યાદી બનશે. વધુ વિગતો માટે વિભાગની પ્રમાણિત વેબસાઈટ નિયમિત જોતા રહેવું.
જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ટેલીગ્રામ અથવા મેઈલમાં મોકલી આપવો જેથી મદદ મળી રહે.
Comments
Post a Comment